Archive for September, 2007

ગાંધી

Pinki on Sep 5th 2007 05:40 pm

આદમને આવ્યું એક સપનું,
કે ગોડસે રડતો હતો;
રડતો હતો ને કંઇક બડબડતો હતો,
‘હે રામ!’ આ ગાંધી મને ક્યાં નડતો હતો?!

-અનામી

Filed in અનામી, મુક્તક | Comments (2)

ગાંધી

Pinki on Sep 5th 2007 05:14 pm

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા

Filed in મુક્તક, શેખાદમ આબુવાલા | Comments (0)

ગાંધી

Pinki on Sep 5th 2007 05:13 pm

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
 
- હસમુખ પાઠક

Filed in હસમુખ પાઠક | Comments (0)